|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

#
Kirtan Bhagti
whatsapp
FaceBook
About Us

 

  આ સંપ્રદાયની સ્થાપના પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે આજથી આશરે સવા બસ્સો વર્ષ પહેલાં કરી. કળીયુગમાં જીવતો જીવ તેનાં ઐહિક કર્તવ્યો નિભાવતા નિભાવતાં જ મનુષ્ય જીવનનું પ્રથમ લક્ષ્ય- મોક્ષપ્રાપ્તિ કેવી રીતે સાધી શકે તેનો માર્ગ બતાવવા ભગવાન સ્વયં મનુષ્યરૂપ લઇ આ પૃથ્વિ પર પ્રગટ્યા અને સદાચારમય ધર્મનું સ્થાપન કરવારૂપ આ સંપ્રદાયની સ્થાપના કરી. જાણે જીવને બ્રહ્મરૂપ થવાનું પરબ્રહ્મનું આમંત્રણ મળ્યું!

 

   પ્રવર્તમાન રાજકીય, સામાજિક અને વૈશ્વિક પરિસ્થિતિમાં આ સંપ્રદાય અનેક ગણો વ્યવહારું અને શ્રેયષ્કર છે એવું અમારો અભિપ્રાય છે. તમામ જીવોનું –પછી તે ગમે તે જ્ઞાતિ, દેશ કે ક્ષેત્રનો હોય–તેનું આત્યંતિક અને પારલૌકેક હિત કરવાની ક્ષમતા આ સંપ્રદાયમાં છે. તેથી જ તેને સર્વજીવહિતાવહ કહે છે.

 

  ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલા સિદ્ધાંતો વ્યક્તિ, સમાજ, ધર્મ, સંપ્રદાય, રાષ્ટ્ર કે સમગ્ર વિશ્વના સર્વોત્કર્ષ માટે ઉપયોગી જ નહિં અપિતુ સાંપ્રત સમયમાં સર્વાધિક ઉપયુક્ત (Most Relevant) પણ છે. હાલની વૈયક્તિક, સામાજીક, રાષ્ટ્રિય અને વૈશ્વિક અધોગતિનાં મૂળમાં પણ આ સિદ્ધાંતોની અવહેલના જ છે. ભગવાન શ્રી હરિ પણ કહે છે “ શ્રી મદ્ ભગવદ્ પૂરાણ આદિક સત્શાસ્ત્રોમાં વર્ણવેલા અહિંસા આદિક સદાચારનું જે મનુષ્ય પાલન કરે છે તે આ લોક અને પરલોકને વિષે મહાસુખીયા થાય છે અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક અને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે.”

 

1 ) ભગવાનને માર્ગે ચાલવા ઈચ્છતા મુમુક્ષુને સાચું માર્ગદર્શન મળી રહે,

 

2 ) પોતાના જીવનને ઉર્ધ્વશીલ બનાવવા ઈચ્છતા વ્યક્તિને જીવનલક્ષી સિદ્ધાંતોનો પરિચય થાય

 

3 ) ભગવાન શ્રી હરિએ પ્રબોધેલા આ સંપ્રદાયનાં મૂળભૂત માર્ગથી વધુમાં વધુ લોકો પરિચિત થાય અન તેને પોતાના જીવનમાં ઉતારે

 

Copyright @ 2013, Swaminarayan Temple Khopala. All Reserved.
Design By Varniraj Developer